ડ્રાયફ્રુટ
 • 440 Views

ડ્રાયફ્રુટ

એક થાળીમાં માંખણ અને ખાંડ નાંખી, ખૂબ ફીણવું. પેસ્ટ જેવું થાય એટલે બેકિંગ પાઉડર અને ચપટી મીઠું નાંખી ફીણવું. પછી મેંદાનો લોટ, દૂધ, મિલ્ક પાઉડર અને ડ્રાયફ્રુટ નાંખી બરાબર મિક્સકરી, 1 કલાક ખીરું ઢાંકીને રહેવા દેવું.

Ingredients - સામગ્રી

 • 2, 1/2 કપ મેંદાનો લોટ
 • 1/1/2 કપ દૂધ
 • 1 કપ દળેલી ખાંડ
 • 100 ગ્રામ માખણ (સફેદ)
 • 2 ટીસ્પૂન મિલ્ક પાઉડર
 • 2 ટીસ્પૂન બેકિંગ પાઉડર
 • 1 ટેબલસ્પૂન કાજુની કટકી
 • 1 ટેબલસ્પૂન છોલેલી બદામની કટકી
 • 1 ટેબલસ્પૂન પિસ્તાંની કટકી
 • પાઈનેપલ એસેન્સ, ચપટી મીઠું

Method - રીત

એક થાળીમાં માંખણ અને ખાંડ નાંખી, ખૂબ ફીણવું. પેસ્ટ જેવું થાય એટલે બેકિંગ પાઉડર અને ચપટી મીઠું નાંખી ફીણવું. પછી મેંદાનો લોટ, દૂધ, મિલ્ક પાઉડર અને ડ્રાયફ્રુટ નાંખી બરાબર મિક્સકરી, 1 કલાક ખીરું ઢાંકીને રહેવા દેવું. પછી એસેન્સ નાંખી, બેકિંગ ટિનને ગ્લેઝ કરી મેંદો છાંટી (ડસ્ટિંગ કરી) ખીરું નાંખવુ. પ્રીહિટેડ ઓવનમાં ટિન મૂકી 350 ફે. તાપે બેક કરવુ.બદામી કલર થાય અને સુંગધ આવે એટલે કાઢી, ઠંડી થાય એટલે બટર આઈસિંગ કરવું.