ડ્રાય ફ્રુટ્સ પિકલ
 • 284 Views

ડ્રાય ફ્રુટ્સ પિકલ

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ અંજીર
 • 250 ગ્રામ ખજૂર
 • 250 ગ્રામ અાલુ
 • 100 ગ્રામ સૂકી દ્રાક્ષ
 • 50 ગ્રામ કાજુ
 • 50 ગ્રામ અાદું - રેષા વગરનું
 • 50 ગ્રામ લીલાં મરચાં
 • 250 ગ્રામ ગોળ
 • 2-1/2 કપ વિનેગર
 • 100 ગ્રામ રાઈનો ભૂકો
 • 50 ગ્રામ લવિંગનો ભૂકો
 • 1 ટીસ્પૂન તજનો ભૂકો
 • 1 ટીસ્પૂન મરીનો ભૂકો
 • 1 ટીસ્પૂન લાલ મરચાંનો ભૂકો
 • 1 ટીસ્પૂન હળદર
 • મીઠું, તેલ, હિંગ - પ્રમાણસર

Method - રીત

અંજીરના એકના ચાર કટકા કરવા. ખજૂરના કાજુના અને અાલુમાંથી બદામ કાઢી મોટા કટકા કરવા. લાલ દ્રાક્ષને સાફ કરવી. બધું એક બાઉલમાં ભરવું. તેમાં અાદુને છોલી જાડી લાંબી ચિપ્સ અને લીલાં મરચાંના મોટા કટકા નાખવા – તેમાં મીઠું, મરચું, હળદર, શેકેલી મેથીનો કરકરો ભૂકો, રાઈનો ભૂકો, તજ-લવિંગ-મરીનો ભૂકો નાખી બધું મિક્સ કરવું.

એક વાસણમાં થોડું તેલ મૂકી, ગરમ થાય એટલે હિંગ નાંખી, ગોળને કાપીને નાખવો. તેમાં વિનેગાર નાખવો. ગોળ બરાબર ઓગળે એટલે તેમાં ડ્રાય ફ્રુટ્સ નાખવા. બરાબર ઘટ્ટ થાય એટલે ઉતારી ઠંડું પડે એટલે બરણીમાં ભરી લેવું.