સૂકા મસાલાનાં રવૈયાં
  • 596 Views

સૂકા મસાલાનાં રવૈયાં

Ingredients - સામગ્રી

  • 50 ગ્રામ સૂકું કોપરું,
  • 50 ગ્રામ શિંગદાણા
  • 1 ટેબલસ્પૂન તલ
  • 500 ગ્રામ નાની ડુંગળી
  • (અથવા કોઈ પણ શાક)
  • મીઠું, હળદર, તેલ, મરચું, રાઈ, હિંગ, તમાલપત્ર
  • સૂકો મસાલો – તજ, લવિંગ, એલચી, મરી, ધાણા, જીરું, તમાલપત્ર અને સૂકાં આખાં મરચાંને થોડા તેલમાં શેકી, ખાંડી, 2 ચમચા ગરમ મસાલો બનાવવો.

Method - રીત

સૂકા કોપરાને છીણી, થોડા તેલમાં શેકી લેવું. ઠંડું પડે એટલે હાથથી મસળી ભૂકો કરવો. સિંગદાણાને શેકી છોડાં કાઢી, ભૂકો કરવો. તલને શેકવા. પછી બધું ભેગું કરી મીઠું, હળદર અને જરુર હોય તો મરચું નાંખી, ડુંગળી અથવા કોઈપણ શાકના રવૈયામાં મસાલો ભરવો. એક તપેલીમાં તેલમ ૂકી, હિંગ અને તમાલપત્રનો વઘાર કરી, રવૈયાં વઘારવાં. તાપ ધીમો રાખવો. બફાઈ જાય એટલે વધેલો મસાલો ભભરાવી, ઉતારી લેવાં.