ડ્રાય કચોરી
 • 314 Views

ડ્રાય કચોરી

Ingredients - સામગ્રી

 • 50 ગ્રામ સૂકું કોપરું
 • 50 ગ્રામ સિંગદાણા
 • 250 ગ્રામ ગાંઠિયા
 • 1 ટીસ્પૂન ખાંડ – દળેલી
 • 1 ટીસ્પૂન અામચૂર પાઉડર
 • 250 ગ્રામ મેંદો
 • 100 ગ્રામ ઘઉંનો લોટ
 • 1 ટેબલસ્પૂન પેટન્ટ કોર્નફ્લોર
 • 2 ટેબલસ્પૂન ઘી (મોણ માટે)
 • મીઠું, તેલ અથવા ઘી – પ્રમાણસર
 • સૂકો મસાલો – 5 સૂકાં લીલા મરચાં, 6 લવિંગ, 4 કટકા તજ, 10 દાણા મરી, 4 એલચી, 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન ધાણા, 1/2 ટીસ્પૂન વરિયાળી, 1/2 ટીસ્પૂન શાહજીરું, 5 તમાલપત્ર. બધી વસ્તુને થોડા તેલમાં શેકવી. શાહજીરું શેક્યા વગર લેવું. બધું ખાંડી, ચાળી ગરમ મસાલો તૈયાર કરવો.

Method - રીત

સૂકા કોપરાને છીણી લેવું. પછી થોડા તેલમાં શેકી લેવું. ઠંડું પડે એટલે હાથથી મસળી ઝીણું બનાવવું. સિંગદાણાને શેકી, ચોલી ભૂકો કરવો.બન્ને વસ્તુ ભેગી કરી, તેમાં ગાંઠિયાનો ભૂકો, શેકેલા તલ, તૈયાર કરેલો ગરમ મસાલો, મીઠું, ઝીણી ખાંડ અને આમચૂર પાઉડર નાંખી મસાલો તૈયાર કરવો.

મેંદાના લોટમાં ઘઉંનો લોટ, મીઠું, કોર્નફ્લોર અને ઘીનું મોણ નાંખી, કઠણ કણક બાંધવી.બે કલાક રહેવા દેવી.પછી કેળવી, તેમાંથી પૂરી વણી, મસાલો ભરી, કચોરી વાળવી. પેણીમાં તેલ અથવા ઘી ગરમ મૂકી,ગરમ થાય એટલે બદામી રંગની કચોર તળી લેવી.

નોંધ– આ કચોરી લાંબા સમય સુધી રહી શકે છે.પ્રવાસ કે મુસાફરીમાં ખૂબ ઉપયોગી થઈ પડે છે. કોર્નફ્લોરને લીધે પડ કડક અને ફરસું બને છે.કોર્નફ્લોરને બદલે અડધી ચમચી બોકિંગ પાઉડર અથવા ચપટી સોડા નાંખી શકાય.