ઈન્સ્ટન્ટ રસમલાઈ
  • 375 Views

ઈન્સ્ટન્ટ રસમલાઈ

એક પેણીમાં ઘી લગાડી, તેમાં દૂધ નાંખી, ગર થવા મૂકવું. મિલ્ક પાઉડરને થોડા ઠંડા દૂધમાં મેળવી અંદર નાંખવો. તાપ ધીમો રાખવો. દૂધ જાડું થવા અાવે એટલે ખાંડ અને એલચી-જાયફળનો પાઉડર નાખવો. પાતળી રબડી થાય એટલે ઉતારી રેફ્રિજરેટરમાં ઠંડું કરવું.

Ingredients - સામગ્રી

  • 2 લિટરદૂધ
  • 250 ગ્રામ ખાંડ (અાશરે)
  • (જેટલી રબડી ઉતરે તેનાથી અર્ધી ખાંડ)
  • 1 મોટું પેકે બ્રેડ
  • 2 ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
  • 1 ટીસ્પૂન એલચીનો પાઉડર
  • 1 ટીસ્પન જાયફળનો પાઉડર
  • 1 કપ ખાંડ (ચાસણી માટે)
  • કાજુ, અખરોટ, ચારોળી

Method - રીત

એક પેણીમાં ઘી લગાડી, તેમાં દૂધ નાંખી, ગર થવા મૂકવું. મિલ્ક પાઉડરને થોડા ઠંડા દૂધમાં મેળવી અંદર નાંખવો. તાપ ધીમો રાખવો. દૂધ જાડું થવા અાવે એટલે ખાંડ અને એલચી-જાયફળનો પાઉડર નાખવો. પાતળી રબડી થાય એટલે ઉતારી રેફ્રિજરેટરમાં ઠંડું કરવું.

બ્રેડની અાજુબાજુની લાલ કિનાર કાઢી તેના ગોળ કટકા કરવા. એક વાસણમાં ખાંડ નાંખી, તે ડૂબે તેટલું પાણી નાખી ઉકાળવું. ખાંડ ઓગળી જાય અને ખૂબ જ પાતળી ચાસણી થાય એટલે ઉતારી લેવી. ચાસણી સાધારણ ઠંડી પડે એટલે બ્રેડના ટુકડા એક એક કરી બોળીને થાળીમાં ઘી લગાડી કાઢી લેવા. જ્યારે બ્રેડના કટકા થોડા સુકાઈ જાય ત્યારે એક બાઉલમાં બે કટકા મૂકી, તેના ઉપર ઠંડી રબડી નાખી, કાજુ-અખરોટના નાના કટકા અને ચારોળી નાખી સજાવટ કરવી