એવરલાસ્ટિંગ કોલ સ્લો સલાડ
 • 408 Views

એવરલાસ્ટિંગ કોલ સ્લો સલાડ

Ingredients - સામગ્રી

 • 1 નાની કોબીજ
 • 2 લાલ સફરજન
 • 1 ટીસ્પૂન લીંબુનો રસ
 • 2 ગાજર
 • 2 કેપ્સીકમ
 • 2 દાંડી સેલરી
 • 2 લીલી ડુંગળી
 • 1/2 કપ સલાડ ક્રીમ
 • મીઠું, મરીનો પાઉડર, દળેલી ખાંડ
 • સજાવટ માટે –
 • તળેલાં કાજુના કટકા
 • સફરજનની ચીરીઓ
 • ગાજરનું છીણ
 • ચેલી, સલાડના પાન

Method - રીત

કોબીજને બારીક સમારી, બરફના પાણીમાં રાખવી. સફરજનને છાલ કાઢ્યા વગર બારીક સમારી, લીંબુનો રસ છાંટવો. ગાજરને છોલી, વચ્ચેનો સફેદ લીલો ભાગ કાઢી, છીણવું. કેપ્સીકમનાં બિયાં કાઢી, બારીક લાંબી, પાતળી સળી કરવી. સેલરીના કટકા કરવા. લીલી ડુંગળીને સમારવી. બધું ભેગું કરી, તેમાં મીઠું, ખાંડ, મરીનો પાઉડર નાંખી, એક સલાડ પ્લેટમાં સલાડનાં પાન ઉપર સલાડ મૂકી, સલાડ ક્રીમ નાંખવું. ઉપર તળેલાં કાજુના કટકા, સફરજનની ચીરીઓ, ગાજરનું છીણ અને ચેરીથી સજાવટ કરી, ફ્રિઝમાં મૂકી, ઠંડું કરવું.