ચણાની દાળ અને અડદની દાળ ભેગી કરી ઝીણો લોટ દળાવવો. પાણીમાં મીઠું અને સોડા નાંખી ઉકાળવું. લોટમાં થોડી હળદર નાંખી, તૈયાર કરેલા પાણીથી કઠણ લોટ બાંધવો.ખૂબ ખાંડી, પછી ગુલ્લાં પાડી, મોટી પાતળી પૂરી વણવી. થોડી વાર છૂટી નાંખી રાખવી.પછી તેમાં ત્રણ કાપા પાડી, તેલમાં ફાફડા તળવા. તળેલા ફાફડા ઉપર સંચળ અને મરચાંની ભૂકી છાંટવી.શક્કરપારા જેમ ચોરસ કાપીને ફાફડા તળી શકાય.