ફેન્સી કેક
 • 421 Views

ફેન્સી કેક

Ingredients - સામગ્રી

 • 1/2 કપ ચોખા
 • 1/2 કપ ઘઉં
 • 1/2 કપ ચણાની દાળ
 • 1/2 કપ મસૂરની દાળ
 • 1/2 કપ મસૂરની દાળ
 • 4 લીલાં મરચાં, કટકો આદું
 • 8 ટેબલસ્પૂન ખાટું દહીં
 • 1/2 ટીસ્પૂન સોડા
 • મીઠું, હળદર, ખાંડ, તેલ, તજ, લવિંગ મિક્સ શાક –
 • 100 ગ્રામ તુવેરના લીલવા
 • 100 ગ્રામ લીલા વટાણા
 • 100 ગ્રામ ફણસી
 • 100 ગ્રામ ગાજર
 • 2 લીલાં મરચાં, 1 લીંબુ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટીસ્પૂન તલ
 • મીઠું ખાંડ, તેલ, હિંગ,
 • લાલ ચટણી –
 • 50 ગ્રામ સિંગદાણા, 8 કળી લસણ,
 • 1 ટેબલસ્પૂન લાલ મરચું, મીઠું ને ગોળ નાંખી વાટી,
 • પાણી નાખા પાતળી ચટણી બનાવવી.

Method - રીત

ચોખા, ઘઉં, તુવેરની દાળ, ચણાની દાળ, મગની દાળ અને મસૂરની દાળ બધું ભેગું કરી કરકરું દળાવવું. પછી તેમાં મીઠું, સોડા, દહીં નાખી ગરમ પાણીથી ઢોકળા જેવું ખીરું બાંધી આથી રાખવું.આથો આવે એઠલે તેમાં થોડી હળદર, ખાંડ, વાટેલાં આદું-મરચાં અને એક મોટો ચમચો ગરમ તેલ નાખી ખીરું તૈયાર કરવું.

તુવરના લીલવા,લીલા વટણા અને ફણસીના કટકા કરી,વરાળથી બાફી લેવાં. એક વાસણમાં તેલ મૂકી, હિંગ નાખી શાક વઘારવું. તેમાં ગાજરનું છીણ નાંખવું. પછી મીઠું, ખાંડ, લીલાં મરચાંના કટકા અને તલ નાખી, ઉતારી, કોપરાનું ખમણ, લીલા ધાણા અને લીંબુનો રસ નાખવો.

એક બાઉલમાં ખીરું ભરવું. ચાર-પાંચ ચમચા તેલ ગરમ કરી તેમં તજ-લવિંગ નાખી ખીરું વઘારવું. નીચેથી સપાટ એવા ડબ્બામાં ચારે બાજુ તેલ લગાડી. થોડું ખીરું ભરવું. તેના ઉપર શાકનું લેયર કરી, લાલ ચટણી લગાવી ફરી ખીરું ભરવું અને શાક-ચટણી એમ લેયર કરવા. સૌથી ઉપર ખીરું રાખવું. પછી પ્રિહીટેડ ઓવનમાં 350 ફે. તાપે બેક કરી લેવું. ઉપરનું પડ થાય એટલે કાઢી,કેક ઠંડી એટલે દહીંથી આઈસિંગ કરવું.

દહીંનું આઈસિંગ – 200 ગ્રામ દહીંમાંથી પાણી કાઢી,મસ્કો બનાવવો. તેમાં 5 ટેબલસ્પૂન આઈસિંગ શુગરને ચાળીને મિક્સ કરી કેક ઉપર દહીં લગાડી દેવું.લાલ ચટણીથી ઉપર ડિઝાઈન કરવી.આઈસિંગ ઠરી જાય પછી કટકા કરવા.