ફણસી અને વડીનું શાક
 • 962 Views

ફણસી અને વડીનું શાક

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ ફણસી
 • 5 લીલાં મરચાં, કટકો આદું
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન ધાણાજીરું,
 • 122 ટીસ્પૂન ખાંડ
 • મીઠું, હળદર, મરચું,
 • તેલ, રાઈ, હિંગ, ચપટી સોડા
 • વડી માટે –
 • 250 ગ્રામ ચણાનો લોટ
 • 3 લીલાં મરચાં, કટકો આદું
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • 1/2 ઝૂડી લીલું લસણ
 • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન તલ
 • મીઠું, મરચું, હળદર, તેલ - પ્રમાણસર

Method - રીત

ચણાના લોટમાં મીઠું, હળદર, મરચું, વાટેલાં અાદું-મરચાં, તલ, કોપરાનું ખમણ, તેલનું મોણ, લીલા ધાણા અને લીલા લસણને બારીક સમારી, ધોઈ, નિતારીને નાંખી, કણક બાંધવી. તેનો જાડો રોટલો બનાવી, પાતળા ઢાંકણમાં મૂકવો. એક તપેલીમાં પાણી ભરી, ઉપર છીણું કપડું બાંધી, કાપ ઉપર મૂકવું. પાણી ઉકળે એટલે રોટલાવાળું ઢાંકણું મૂકી, ઢાંકણ ઢાંકવું. રોટલો બફાઈ જાય એટલે ઉતારી ઠંડો પડે એટલે વડી કાપવી.

ફણસીને લાંબી, પાતળી સમારી, ધોઈ, એક તપેલીમાં તેલ મૂકી, રાઈ-હિંગ નાંખી, ફણસી વઘારવી. તેમાં મીઠું, પાણી અને ચપટી સોડા નાંખવો. ફણસી બફાય એટલે હળદર, મરચું, વાટેલા આદું-મરચાં, તલ ખાંડ, ગરમ મસાલો અને ધાણાજીરું નાંખવું. ખદખદે એટલે વડી નાંખવી. વડી પોચી થાય અને શાક રસાદાર થાય એટલે ઉતારી, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.