500 ગ્રામ બટાકાને છોલી, છીણ કરી, પાણીમાં ધોઈ કપડા ઉપર કોરું કરી તેલમાં કડક તળી લેવું. પછી ચાળણીમાં નાંખી રાખવું. જેથી તેલ નીતરી જાય,તેમાં મીઠું અથવા સિંધવ, મરચું, દળેલી ખાંડ, તળેલા શિંગદાણા, કાજુના તળેલા કટકા, ખસખસ, તલ અને દ્રાક્ષ નાંખી ચેવડો તૈયાર કરવો.
બટાકાના બોલ – જુઓ ફરસાણ વિભાગ – વાનગી નં. 54