ફરાળી કટલેસ
  • 129 Views

ફરાળી કટલેસ

Method - રીત

500 ગ્રામ બટાકા અને 250 ગ્રામ શક્કરિયાંને પાણીમાં બાફી, છોલી તેનો માવો બનાવવો. તેમાં મીઠું અથવા સિંધવ, વાટેલા અાદું-મરચાં, કોપરાનું ખમણ, 100 ગ્રામ શિંગદાણાને શેકી, છોડાં કાઢી, કરકરો ભૂકો, લીલા ધાણા, ખાંડ અને લીંબુનાં ફૂલ નાંખી, બદામ અાકારની કટલેસ બનાવવી.

શિંગોડાંના લોટમાં મીઠું અથવા સિંધવ નાંખી, પાતળું ખીરું બનાવી, તેમાં કટલેસ બોળી, શિંગદાણાના બારીક ભૂકામાં રગદોળી, પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તળી લેવી.