ફરાળી ફ્રુટ ચાટ
 • 658 Views

ફરાળી ફ્રુટ ચાટ

શક્કરિયાં અને બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. તેમાં મીઠું અથવા સિંધવ, વાટેલાં અાદું-મરચાં, લીલા ધાણા, લીંબુનો રસ અને અારારુટ નાંખી, મસળી કટલેસ બનાવી, તવા ઉપર તેલ મૂકી તળી લેવી.

Ingredients - સામગ્રી

 • 300 ગ્રામ શક્કરિયાં, 100 ગ્રામ બટાકા
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • 1/2 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • 50 ગ્રામ ક્રીમ, 50 ગ્રામ લીલી દ્રાક્ષ
 • 3 ચીકું, 2 કેળાં,
 • 1 સફરજન, 1 લાલ દાડમ,
 • ટામેટાં, 1 કેપ્સીકમ,
 • 1 ટેબલસ્પૂન અારારુટ
 • 1, 1/2 ટેબલસ્પૂન ફરાળી મસાલો
 • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • મીઠું અથવા સિંધવ, તેલ, ચેરી, પપૈયાના કટકા
 • ફરાળી મસાલો – 4 લવિંગ, 8 મરી, કટકો તજ, 1 ચમચી જીરું, 1 ચમચી ધાણા, બધું સાધારણ શેકી, ખાંડી તેમાં સિંધવ અને અામચૂર નાંખી, ફરાળી મસાલો બનાવવો.

Method - રીત

શક્કરિયાં અને બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. તેમાં મીઠું અથવા સિંધવ, વાટેલાં અાદું-મરચાં, લીલા ધાણા, લીંબુનો રસ અને અારારુટ નાંખી, મસળી કટલેસ બનાવી, તવા ઉપર તેલ મૂકી તળી લેવી.

એક ડિશમાં કટલેસના ચાર કટકા કરી મૂકવા. તેના ઉપર ક્રીમ પાથરવું. તેના ઉપર ચીકુને છોલી તેની ચીરી, કેળાના બારીક કટકા, લીલી દ્રાક્ષ, સફરજનને છોલી, પાતળી ચીરી, બધું વારાફરતી મૂકવું. તેના ઉપર ફરાળી મસાલો ભભરાવવો. વચ્ચે દાડમના લાલ દાણા, કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા.

સજાવટ માટે – કટલેસની અાજુબાજુ ટામેટાંની રિંગ, કેપ્સીકમની રિંગ ગોઠવવી. દાડમના લાલ દાણા અને ચેરી મૂકવી. વચ્ચે સફરજનનું છીણ ગોઠવી તેના ઉપર ટામેટાને સજાવીને મૂકવું. ટુથપિકમાં મોટી લીલી દ્રાક્ષ ઉપર ચેરી મૂકી, વચ્ચે ખોસવી, અાજુબાજુ પપૈયાના કટકા, કેળાના કટકા, ચેરી બધુ ટૂથપિકમાં લગાડી ટામેટામાં ખોસી ટામેટું ફ્રટથી સચાવી મૂકવું.