એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું. ઊકળે એટલે લીંબુનાં ફૂલ થોડા પાણીમાં મિક્સ કરીને નાંખવાં. દૂધ ફાટી જશે. ઘીને ગરમ કરી, તેમાં રાજગરાનો અને શિંગોડાનો લોટ નાંખી શેકવો.
એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું. ઊકળે એટલે લીંબુનાં ફૂલ થોડા પાણીમાં મિક્સ કરીને નાંખવાં. દૂધ ફાટી જશે. ઘીને ગરમ કરી, તેમાં રાજગરાનો અને શિંગોડાનો લોટ નાંખી શેકવો. અંદર ગુંદરની ભૂકી નાંખવી. બધું શેકાય એટલે ફાટેલા દૂધમાં નાંખી હલાવ્યા કરવું. પિત્તળના વાસણમાં દળેલી ખાંડ નાંખી, ધીમા તાપે શેકવી. બદામી રંગની થાય એટલે દૂધમાં નાંખવી. બદામની કતરી, ચારોળી, એલચી-જાયફળનો ભૂકો નાંખી ઘટ્ટ ગોળો વળે તેવું થાય એઠલે ઉતારી, જાયફળનો ભૂકો નાંખી, ઘટ્ટ ગોળો વળે તેવું થાય એટલે ઉતારી, ઠંડુ પડે એટલે ગોળ પેંડા જેવા હલવાસન વાળવા. ઉપર ચાંદીના વરખ લગાડવા.
નોંધ – ગોળ હલવાસન વાળવાને બદલે થાળીમાં ઘી લગાડી, હલવાસન ઠારી, ઉપર ચાંદીના વરખ અથવા છોલેલી બદામની કતરી અને ચારોળીથી સજાવટ કરી, કટકા કરી શકાય.