ફરાળી ખાંડવી
  • 513 Views

ફરાળી ખાંડવી

Method - રીત

એક વાડકી શિંગોડાના લોટમાં મીઠું અથવા સિંધવ, થોડાં વાટેલાં અાદું-મરચાં નાંખી, અઢી વાડકી છાશથી ખીરું બાધવું. એક તપેલીમાં ખીરું નાખી સતત હલાવ્યા કરવું. ઘટ્ટ થાય એટલે થાળીમાં તેલ લગાડી, પાતળું ચોપડવું. ઠરે એટલે કાપા પાડી, વીંટા વાળવા. તેના ઉપર કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવી, તેલમાં જીરું, લીલા મરચાંના કટકા અને તેલનો વઘાર કરી ઉપર રેડવો. ઉપર લાલ મરચાંની ભૂકી છાંટવી.