ફરાળી ઊંધિયું
 • 359 Views

ફરાળી ઊંધિયું

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ બટાકા
 • 250 ગ્રામ શક્કરિયાં
 • 100 ગ્રામ રતાળું કંદ
 • 100 ગ્રામ સૂરણ
 • 100 ગ્રામ ટામેટાં
 • 50 ગ્રામ સિંગદાણા (શેકી, છોલી, ભૂકો)
 • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 2 ટેબલસ્પૂન તલ
 • 2 ટેબલસ્પૂન ખસખસ
 • 2 ટેબલસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
 • 1 કેળું, 1 લીંબુ
 • મીઠું અથવા સિંધવ, મરચું, ખાંડ, તેલ, તજ, લવિંગ
 • મૂઠિયાં માટે –
 • 100 ગ્રામ રાજગરાનો લોટ
 • 100 ગ્રામ શિંગોડાનો લોટ
 • 100 ગ્રામ મોરિયાનો લોટ
 • 250 ગ્રામ દૂધી અથવા કાકડી (છીણ)
 • 2 ટેબલસ્પૂન દહીં
 • 1 ટેબલસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
 • મીઠું, મરચું, ખાંડ, તેલ
 • ત્રણે લોટ ભેગા કરી તેમાં દૂધીનું છીણ, મીઠું, મરચું, ખાંડ, દહીં, અાદું-મરચાં અને તેલનું મોણ નાંખી, મૂઠિયાં બનાવી તેલમાં તળી લેવા.
 • સજાવટ માટે – દાડમના દાણા, નાની લીલી દ્રાક્ષ (બી વગરની), કોપરાનું ખમણ, લીલા ધાણા

Method - રીત

બટાકા, શક્કરિયાં, સૂરણ અને રતાળુને છોલી, કટકા કરી, કડક બાફી લેવા. એક વાસણમાં તેલ મૂકી તેમાં તજ-લવિંગનો વઘાર કરી શાક વઘારવું. તેમાં મીઠું, મરચું, ખાંડ, સિંગદાણાનો ભૂકો, તલ, ખસખસ, અાદું-મરચાં, નાળિયેરનું ખમણ, ટામેટાના કટકા અને લીંબુનો રસ નાંખી હલાવી ઉપર મૂઠિયાં અને કેળાના કટકા મૂકી, ધીમા તાપે મૂકવું. બરોબર સીજાય અને મિક્સ થઈ જાય એટલે ઉતારી કોપરાનું ખમણ, લીલા ધાણા અને ફ્રુટ્સની સજાવટ કરી સર્વ કરવું.