ફરાળી પાતરાં
  • 577 Views

ફરાળી પાતરાં

Method - રીત

250 ગ્રામ અળવીનાં પાન લઈ, ધોઈ કપડાથી કોરાં કરવા.ડીંટાં અને નસ કાઢી નાંખવા.200 ગ્રામ શિંગોડાંનો લોટ, 100 ગ્રામ મોરિયાનો લોટ, મીઠું, અથવા સિંધવ, મરચું, વાટેલાં આદું-મરચાં, તલ, કોપરાનું ખમણ અને થોડું ગોળ-આબલીનું જાડું પાણી નાંખી, ખીરું બાંધવું. પાનને ઊંધા મૂકી, તેના ઉપર ખીરું ચોપડવું, એક ઉપર એક એમ ત્રણ પાન ચોપડવાં. બાજુની પટ્ટી વાળી, તેના ઉપર પણ ખીરું ચોપડવું. પછી વીંટો વાળી કૂકરમાં બાફવાં. તદ્દન ઠંડાં પડે એટલે કાપી તેલમાં તળી લેવાં.