ફરાળી પીઝા
  • 2104 Views

ફરાળી પીઝા

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ બટાકા
  • 50 ગ્રામ મોરિયાનો લોટ
  • 250 ગ્રામ દૂધી
  • 50 ગ્રામ કોપરાનું ખમણ
  • 1 ટીસ્પૂન તલ
  • 1 ટીસ્પૂન ગરમ મસાલો
  • 1 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
  • 25 ગ્રામ માખણ
  • મીઠું, તેલ, તજ, લવિંગ, ખાંડ, મરચું

Method - રીત

50 ગ્રામ સિંગદાણા, 4 ચમચી લીલાં મરચાં, કટકો અાદું, મીઠું અને અડધી ઝૂડી લીલા ધાણા નાંખી ચટણી વટવી. થોડો લીંબુનો રસ નાંખવો.

દૂધીને છોલી, છીણી નાંખવી. એક વાસણમાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગનો વઘાર કરી, દૂધીનું છીણ વઘારવું. તેમાં મીઠું નાંખી, ઢાંકણ ઢાંકી, તાપ ધીમો રાખવો. દૂધીનું છીણ બફાય એટલે તેમાં તલ ગરમ મસાલો, ખાંડ નાંખી, ઉતારી લીંબુનો રસ અને થોડા લીલા ધાણા નાંખવા.

બટાકાને બાફી, છોલી, તેનો માવો બનાવવો. તેમાં મીઠું અને મોરિયાનો લોટ નાંખી મસળી કણક બાંધવી. બેકિંગ ડિશમાં તેલ લગાડી તેમાં બટાકાનો રોટલો થાપવો. તેના ઉપર ચટણી લગાડવી. ઉપર દૂધીનું છીણ પાથરી, ઉપર કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા, ઉપર થોડી મરચાંની ભૂકી છાંટવી. ઉપર માખણનાં ટપકાં કરી, ઓવનમાં બેક કરી લેવું. પીઝા બરાબર થઈ જાય એઠલે કાઢી દહીંની ચટણી સાથે સર્વ કરવા.