ફરાળી ઉત્તપા
 • 478 Views

ફરાળી ઉત્તપા

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ મોરિયો
 • 100 ગ્રામ શિંગોડાનો લોટ
 • 50 ગ્રામ રાજગરાનો લોટ
 • 2 ટેબલસ્પૂન દહીં
 • 1 ટેબલસ્પૂન છોલેલા સિંગદાણાનો ભૂકો
 • 1 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
 • 1/2 ટીસ્પૂન મરીનો પાઉડર
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, ખાંડ, તેલ

Method - રીત

મોરિયાને 3-4 કલાક પાણીમાં પલાળી, પછી પાણી નિતારી, મિક્સરમાં વાટી લેવો. તેમાં મીઠું, શિંગોડાનો લોટ, રાજગરાનો લોટ અને દહીં નાંખી, ખીરું બનાવી 5-6 કલાક અાથી રાખવું. પછી તેમાં વાટેલાં અાદું-મરચાં, નાળિયેરનું ખમણ, શિંગદણાનો ભૂકો, લીલા ધાણા, મરીનો ભૂકો અને થોડી ખાંડ નાંખી, હલાવી નોનસ્ટીક તવા ઉપર થોડું તેલ લગાડી, જાડો પૂડો પાથરવો. ઢાંકણ ઢાંકી, તાપ ધીમો રાખવો. એક બાજુ બદામી થાય એટલે ફરતું તેલ મૂકી, બીજી બાજુ ઉથલાવવો. બન્ને બાજુ બદામી થઈ જાય એટલે ઉતારી લીલી ચટણી સાથે ઉત્તપા પીરસવા.