ફરસી પૂરી
  • 376 Views

ફરસી પૂરી

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ રવો
  • 250 ગ્રામ મેંદો
  • 1 ટેબલસ્પૂન જીરુંનો ભૂકો
  • 1 ટેબલસ્પૂન મરીનો અધકચરો ભૂકો
  • 5 ટેબલસ્પૂન ઘી (મોણ માટે)
  • મીઠું, હળદર, સોડા, ઘી - પ્રમાણસર

Method - રીત

રવો અને મેંદો ભેગા કરી, તેમાં મીઠું, હળદર, જીરનો ભૂકો, મરીનો ભૂકો, ઘીનું મોણ અને ચપટી સોડા નાંખી, કઠણ કણક બાંધી 2 કલાક ઢાંકીને રહેવા દેવી. પછી ખાંડી, ઘી લઈને કેળવી સુંવાળી બનાવવી. તેમાંથી મોટો લૂઓ લઈ, તેની જાડી પૂરી બનાવવી. તેમાં ચાર ખાડા પાડવા. એક પ્લાસ્ટિકના કટકા ઉપર થોડી વાર પૂરી છૂટી નાંખી રાખવી, પછી ઘીમાં તળી લેવી