ફેસ્ટીવલ ગોટા
  • 356 Views

ફેસ્ટીવલ ગોટા

Ingredients - સામગ્રી

  • 750 ગ્રામ ચણાનો લોટ
  • 250 ગ્રામ ઘઉંનો કરકરો લોટ (લાડુનો લોટ)
  • 350 ગ્રામ તેલ (મોણ માટે)
  • 125 ગ્રામ ખાંડ
  • 100 ગ્રામ લીલાં મચાં
  • 300 ગ્રામ દૂધી
  • 122 ટીસ્પૂન સોડા
  • મીઠું, હળદર, મરચું, તેલ - પ્રમાણસર

Method - રીત

ચણાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, હળદર, મરચું, ખાંડ અને સોડા નાંખી લોટ ભેગો કરવો. તેમાં દૂધીનું છીણ અને મરચાંના બારીક કટકા નાંખી ખૂબ મસળવું. પછી તેમાં તેલનું મોણ નાંખી, મસળીને કઠણ કણક બાંધવી. બરાબર ફીણી તેમાં થોડું પાણી નાંખવું. અા ખીરું બહુ પાતળું કરવું નહિ. ભજિયાના ખીરા કરતાં કઠણ રાખવું. પછી પેણીમાં તેલ ગરમ થાય એટલે પાણીનો હાથ લઈ ગોડા દેલમાં તળી લેવા. પીરસતી વખતે તેલ ગરમ કરી ફરી ગોડા તળવાથી (ડબલફ્રાય) વધારે સ્વાદિષ્ટ લાગે છે.