ચણાની દાળને રાત્રે પાણીમાં એક ચમચી સોડા નાંખી, પલાળી રાખવી. સોડા નાંખવાથી દળ પોચી થાય છે અને ફૂલે છ. પછી સવારે કપડા ઉપર કોરી કરી, તેલમાં થોડી થોડી તળી લેવી. ચાળણીમાં નાંખી, તેલ નિતારી લેવું. કોરી થાય એટલે મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો અને થોડાં લીંબુના ફૂલ નાંખવા. અાવી જ રીતે મગની દાળ અને મસૂરની દાળ તળી શકાય.