ફ્રુટ-કર્ડ વડાં
 • 342 Views

ફ્રુટ-કર્ડ વડાં

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ ચોખા
 • 200 ગ્રામ અડદની દાળ
 • 1, 1/2 કિલો દહિં
 • 5 લીલાં મરચાં, કટકો અાદું,
 • 100 ગ્રામ સિંગદાણા
 • 1 હાફૂસ કેરી
 • 3 ચીકુ
 • 2 સોનેરી કેળાં
 • 50 ગ્રામ લીલી દ્રાક્ષ
 • 6 મોટા સંતરા (મીઠાં)
 • મીઠું, ખાંડ, સોડા, તેલ - પ્રમાણસર

Method - રીત

ચોખા અને અડદની દાળનો કરકરો લોટ દળાવવો. તેમાં મીઠું, સોડા, 3 ચમચા દહીં અને તેલનું મોણ નાંખી, ગરમ પાણીથી ખીરું બાંધી, 7-8 કલાક ખીરું અાથી રાખવું. પછી તેમાં વાટેલાં અાદું-મરચાં અને શેકેલા સિંગદાણાનો બારીક ભૂકો નાંખી, હલાવી, અાડણી ઉપર ભીનો રુમાલ પાથરી, તેના ઉપર પાન અાકારનાં વડાં થાપી તેલમાં તળી લેવા.

એક ઉંડી, મોટી ડિશમાં વડાં ગોઠવી, તેના ઉપર 200 ગ્રામ દહીંની છાશ બનાવી નાંખી રાખવી. 1 કિલો દહિંમાંથી પાણી કાઢી, મસ્કો તૈયાર કરવો. તેને વલોવી તેમાં મીઠું, ખાંડ, હાફૂસ કેરીને છોલી તેના કટકા, ચીકુને છોલી તેના કટકા, કેળાંના બારીક કટકા અને લીલી દ્રાક્ષ નાંખી દહીં તૈયાર કરવું. સંતરાનો રસ કાઢી, મીઠું અને જીરું નાંખવા.

એક ડિશમાં વડાં મૂકી, અાજુબાજુ ફ્રુટ્સવાળું દહીં મૂકી, તેના ઉપર એક ચમચો સંતરાનો રસ નાંખવો.