ફ્રુટસનું અથાણુ
  • 418 Views

ફ્રુટસનું અથાણુ

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ સફરજન
  • 250 ગ્રામ ધોળકાનાં મોટા સફરજન
  • (બી વગરનાં)
  • 250 ગ્રામ મોટાં બોર
  • 100 ગ્રામ ખાંડેલી રાઈ
  • 50 ગ્રામ લીલી વરિયાળી
  • મીઠું, તેલ, ગોળ, લીંબુનો રસ, હળદર

Method - રીત

સફરજનને છોલી તેના કટકા કરવા. તેમાં મીઠું અને લીંબુનો રસ નાંખી રાખવો. જેથી બ્રાઉન કલર થાય નહિ. મોટાં બી વગરનાં જામફળનાં કટકા કરવા. થોડાં બી હોય તો ચપ્પુથી કાઢી નાંખવા. વધારે બી વાળા જામફળ હોય તો ન લેવાં. તેને બદલે કોઈપણ સીઝન ફ્રુટ લેવું. મોટાં બોરને છોલી, તેના કટકા કરવા. ખાંડેલી રાઈને લીંબુના રસમાં ફીણી, તેમાં ફ્રુટ્સના કટકા તથા લીલી વરિયાળી નાંખી, હલાવી, બાઉલમાં ભરી, તાત્કાલિક વાપરવાનું અથાણું બનાવવું.

નોંધ – શિયાળામાં સફરજન સરસ અને સસ્તાં મળે છે. જામફળ પણ થોડાં બી વાળાં મોટા મળે છે, એટલે શિયાળામાં અા અથાણું બનાવવું સુગમ પડે છે અને નવીનતા લાગે છે. અાને બદલે કોઈપણ સીઝન ફ્રુટ્સનું અથાણું પણ બનાવી શકાય.