ફૂલવડી
  • 984 Views

ફૂલવડી

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ ચણાનો લોટ
  • 50 ગ્રામ ઘઉંનો કરકરો લોટ
  • 50 ગ્રામ દહીં
  • 1 ટીસ્પૂન તલ
  • 1 ટીસ્પૂન ખાંડ
  • 1 ટીસ્પૂન ધાણા
  • 1 ટીસ્પૂન મરી (અધકચરા ખાંડેલા)
  • મીઠું, મરચું, તેલ, સોડા

Method - રીત

ચણાના લોટમાં ઘઉંનો લોટ મિક્સ કરી, દહીંની છાશ બનાવી લોટ બાંધવો. ખીરું મધ્યમ રાખવું. છ-સાત કલાક પછી તેમાં મીઠું, મરચું, ખાંડ, ધાણા, મરી અને તેલનું મોણ નાંખવું. ફૂલવડી બનાવતી વખતે થોડું તેલ ગરમ કરી તેમાં સોડા નાંખી ખીરામાં નાંખવું. પછી ઝારાથી તેલમાં ફૂલવડી તળી લેવી.