ફરફર
  • 374 Views

ફરફર

Method - રીત

ચોખાને એક તાર પાણીમાં પલાળી રાખવા. બીજે દિવસે સૂકવી, તેનો ઝીણો લોટ દળાવવો. પછી લોટને વાડકાથી માપી જેવો. જેટલા વાડકા હોય તેનાથી અાઠગણું પાણી લઈ એક મોટા તપેલામાં નાંખી, તેમાં ચોખાનો લોટ ગાંગળી રહે નહિ તેમ ભેળવી દેવો. તેમાં મીઠું નાંખી, તાપ ઉપર મૂકવું. લોટ ચોંટે નહિં માટે બરાબર હલાવવાની કાળજી રાખવી. ઘટ્ટ થાય એટલે ઉતારી, વાટેલું જીરું નાંખવું. પછીથી તડકામાં પ્લાસ્ટિકનો જાડો છડો પાથરી, ચમચા વડે પતાસાંજેવી ફરફર મૂકવી, બરાબર સુકાય એઠલે ફિટ ડબ્બામાં ભરી લેવી. જરુર વખતે તેલમાં તળવી.