ગાર્ડન પેપર બોટ્સ
  • 399 Views

ગાર્ડન પેપર બોટ્સ

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ મકાઈ
  • 250 ગ્રામ સુરતી પાપડીના લીલવા
  • 500 ગ્રામ કેપ્સીકમ (મોટાં મરચાં)
  • 1 ઝૂડી લીલા ધાણા,
  • 1 ડુંગળી
  • 200 ગ્રામ ટામેટાં
  • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
  • 50 ગ્રામ બ્રેડક્રમ્સ
  • મીઠું, મરીનો ભૂકો, માખણ અથવા ઘી

Method - રીત

મકાઈને છોલી, છીણી, વાટી લેવાં. પછી મકાઈનો ભૂકો અને પાપડીના લીલવાને વરાળથી બાફી લેવાં. મરચાંનાં ડીંટાં અને બી કાઢી, તેના બે અડધિયાં કરવાં. પાણીમાં મીઠું નાંખી, મરચાં સાધારણ બાફવાં અને કોરાં કરવા. માખણ અથવા ઘીને ગરમ કરી, તેમાં ડુંગળી સાંતળવી. બ્રાઉન થવા દેવી નહિ. પછી તેમાં મકાઈના ટામેટાંના કટકા, લીલવા, કોપરાનું ખમણ અને મીઠું નાંખીને મિક્સ કરી ઉતારી લેવું. પછી મરચાંમાં શાક ભરવું. મરચાં ઉપર મરીનો ભૂકો છાંટવો, બેકિંગ ડિશમાં ઘી લગાડી મરચાં મૂકવાં. તેના ઉપર વધેલો મસાલો, લીલા ધાણા અને બ્રેડક્રમ્સ ભભરાવી, એક ચમચો માખણ અથવા ઘી રેડી, ગરમ ઓવનમાં 350 ફે. તાપે 30 મિનિટ બેક કરવું.