લસણનો મસાલો
  • 313 Views

લસણનો મસાલો

Ingredients - સામગ્રી

  • 100 ગ્રામ સૂકું લસણ
  • 100 ગ્રામ સૂકાં અાખાં મરચાં
  • 100 ગ્રામ સિંગદાણા
  • 50 ગ્રામ સૂકું કોપરું
  • 5 ગ્રામ અનારદાણા
  • 25 ગ્રામ તલ

Method - રીત

લસણને ફોલી, તેની કળીઓને તેલમાં કડક તળવી. સૂકાં મરચાંને થોડા તેલમાં સાંતળવાં. સિંગદાણાને શેકી, છોડાં કાઢવાં. કોપરાને છીણી, થોડાક તેલમાં સાંતળવું. પછી અનારદાણા નાંખી, બધું ખાંડવું. તલને શેકી અંદર ભેળવી મસાલો તૈયાર કરવો.