ગરમરની રાયતી
  • 284 Views

ગરમરની રાયતી

Ingredients - સામગ્રી

  • 1 કિલો ગરમર
  • 100 ગ્રામ ખાંડેલી રાઈ
  • 2 ટેબલસ્પૂન તેલ
  • 1 ટેબલસ્પૂન વરિયાળી
  • 20 દાણા મરી
  • મીઠું, ગોળ, ખાડું પાણી અથવા
  • લીંબુનો રસ, હળદર

Method - રીત

ગરમરને છોલી, ધોઈ, ચીરીઓ કરવી. પછી કેરીના ખાડા પાણીમાં મીઠું નાંખી, એક દિવસ અાથી રાખવી. ખાટા પાણીને બદલે લીંબુનો રસ અને મીઠામાં અાથી શકાય. એક થાળીમાં ખાંડેલી રાઈને લીંબુના રસમાં સારી ફીણી, તેમાં મીઠું, હળદર, થોડોકે કાપેલોગળ અને તેલ નાંખી ફીણી અંદર ગરમરનીચીરીઓ રગદોળવી. તેમાં છડેલી વરિયાળી અને મરી નાંખી, હલાવી બરણીમાં ભરી લેવી.