આદુ પાક
 • 870 Views

આદુ પાક

આદુને છોલી, બરાબર ધોઈ, મિક્સરમાં માવો બનાવવો. ઘઉંના લોટને ઘીમાં શેકવો. કોપરાના છીણને થોડા ઘીમાં સાધારણ શેકી, હાથથી મસળી ભૂકો કરવો. ખસખસને શેકવી.

Ingredients - સામગ્રી

 • 200 ગ્રામ કૂમળું આદુ
 • 200 ગ્રામ ઘઉંનો લોટ
 • 200 ગ્રામ ખાંડ
 • 25 ગ્રામ સૂકા કોપરાનું છીણ
 • 2 ટેબલસ્પૂન છોલેલ બદામની કતરી
 • 2 ટેબલસ્પૂન પિસ્તાની કતરી
 • 2 ટીસ્પૂન ખસખસ
 • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
 • 1/2 ટીસ્પૂન જાયફળનો ભૂકો
 • 1/4 ટીસ્પૂન કેસરની ભૂકી
 • ઘી, એલચી દાણા, લીંબુનો રસ

Method - રીત

આદુને છોલી, બરાબર ધોઈ, મિક્સરમાં માવો બનાવવો. ઘઉંના લોટને ઘીમાં શેકવો. કોપરાના છીણને થોડા ઘીમાં સાધારણ શેકી, હાથથી મસળી ભૂકો કરવો. ખસખસને શેકવી. એક વાસણમાં ઘી મૂકી, એલચીના દાણા નાંખી, આદુનો માવો સાંતળવો. તેમાં ઘઉંનો લોટ, કોપરાનું છીણ અને ખસખસ નાંખી, હલાવી ઉતારી લેવું.

એક વાસણમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, ઉકાળવું થોડો લીંબુનો રસ નાંખી, મેલ કાઢવો. પછી કેસરની ભૂકીને દૂધમાં ઘોળી અંદર નાંખવી. ચાસણી બેતારી થાય એટલે આદુનું મિશ્રણ, એલચી-જાયફળનો ભૂકો, અને અડધા ભાગની બદામ-પિસ્તાની કતરી નાંખી, ઠરી જાય તેવું થાય એટલે થાળીમાં ઘી લગાડી, પાક ઠારી દેવો. ઉપર બદામ-પિસ્તાની કતરીથી સચાવટ કરવી. ચાંદીના વરખ લગાડવા હોય તો લગાડી શકાય.