આદુંને છોલી, ઝીણી કટકી કરવી. લીલાં મરચાંને ધોઈ, કોરાં કરી, તેના મોટા કટકા કરવા. પછી તેમાં મીઠું, હળદર, રાઈનો ભૂકો, વરિયાળીનો ભૂકો ભેળવી, બરણીમાં ભરી, લીંબુનો રસ નાંખી, સાત-અાઠ દિવસ બરણી તડકામાં મૂકવી. પછી તેલમાં રાઈ, હિંગ નાંખી, વગાર કરવો. વઘાર તદ્દન ઠંડો પડે એટલે અથાણામાં નાંખવો.