આદુંને છોલી, ધોઈ, છીણી નાંખવું. તેમાં મીઠું, હળદર, થોડીં ખાંડ, રાઈની દાળ, ધાણાના કૂરિયા, જીરુનો ભૂકો, મરીનો ભૂકો, એલચીનો ભૂકો, લવિંગનો ભૂકો, અજમાનો ભૂકો અને થોડું તેલ નાંખી, હલાવી, બરણીમાં ભરી લેવું. પછી તેમાં લીંબુનો રસ નાંખી, બરણી તડકામાં પાંચ-છ દિવસ રાખવી.