ગોળચાં (વઘારિયાં)
  • 596 Views

ગોળચાં (વઘારિયાં)

Ingredients - સામગ્રી

  • 1 કિલો કેરી
  • 1/2 કિલો ગોળ
  • તેલ, મેથી, રાઈ, હિંગ, ધાણા, સૂકાં મરચાં
  • મીઠું, હળદર, મરચું

Method - રીત

રેષા વગરની કેરીને ધોઈ, કટકા કરવા. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં મેથી, રાઈ, હિંગ, ધાણા અને મરચાંના કટકા નાંખી કેરીના કટકા વઘારવા. તેમાં મીઠું અને હળદર નાંખી, ધીમા તાપ ઉપર મૂકવું. કટકા બફાય એટલે ગોળને ચપ્પુથી બારીક કાપી અંદર નોંઘવો. ગોળ ઓગળે અને જાડો રસો થાય એટલે મરચું નાંખી ગોળચાં ઉતારી લેવા.