દૂધીના કોફતા
  • 276 Views

દૂધીના કોફતા

Ingredients - સામગ્રી

  • કોફતા માટે –
  • 500 ગ્રામ દૂધી
  • નો લોટ
  • 1 ટેબલસ્પન કોર્નફ્લોર
  • 4 લીલાં મરચાં, કટકો અાદું
  • 1/2 નાની ઝૂડી લીલા ધાણા
  • 1 ટીસ્પૂન તલ
  • 1 ટીસ્પૂન ગરમ મસાલો
  • મીઠું, હળદર, ખાંડ, તેલ, અથવા ઘી
  • વાટવાનો મસાલો –
  • 25 ગ્રામ સિંગદાણા
  • 3 લીલાં મરચાં, કટકો અાદું
  • 3 કાશ્મીરી લાલ મરચાં
  • 1 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
  • 1 ટીસ્પૂન ખસખસ
  • 5 કળીલસણ
  • બધું વાટી લીલો મસાલો બનાવવો.
  • સૂકો મસાલો -
  • 1 ટીસ્પૂન ધાણા
  • 1 ટીસ્પૂન જીરું
  • 5 લવિંગ, 4 કટકા તજ
  • 10 મરીના દાણા
  • બધું ખાંડી, ભૂકો કરવો.
  • ગ્રેવી માટે -
  • 1 કપ દહીં (મોળું)
  • 250 ગ્રામ પાકાં ટામેટાં
  • 1 ડુંગળી, 1 કેપ્સીકમ
  • 2 ટેબલસ્પૂન ઘી
  • 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
  • 1 ટીસ્પૂન ખાંડ
  • મીઠું, હળદર, લીલા ધાણા, કોપરાનું ખમણ

Method - રીત

દૂધીને છોલીને છીણવી. છીણને નિચોવી, પાણી કાઢી તેમાં ચણાનો લોટ, કોર્નફ્લોર, મીઠું, હળદર, ખાંડ, વાટેલાં અાદું-મરચાં, લીલા ધાણા, તલ ગરમ મસાલો અને તેલનું મોણ નાંખી, બરાબર મસળી, તેના કોફ્તા બનાવી, તેલ અથવા ઘીમાં તલી લેવા.

એક વાસણમાં ઘી મૂકી, ગરમ થાય એટલે ડુંગળીનું કચુંબર નાંખી સાંતળવું. બદામી થાય એટલે વાટવાનો મસાલો સાંતળવો. ઘી ઉપર અાવે એટલે ટામેટાંના રસ (બાફી, સૂપના સંચાથી ગાળી) નાંખવો. ટામેટાંનું પાણી બળે એટલે દહીં નાંખવું. થોડી વાર પછી જરુર પૂરતું ગરમ પાણી નાંખી, કોર્નફ્લોરને થોડા પાણીમાં મિક્સ કરી નાંખવો.તેમાં મીઠું, હળદર, ખાંડ, ગ્રેવી ઘટ્ટ થાય એટલે કોફ્તા નાખી ઉતારી લેવું. લીલા ધાણા, કોપરાનું ખમણ અને કેપ્સીકમની બારીક કતરી નાંખી, સજાવટ કરવી.