દૂધીનાં મૂઠિયાં રીત – 1
  • 377 Views

દૂધીનાં મૂઠિયાં રીત – 1

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ દૂધી
  • 250 ગ્રામ ચણાનો લોટ
  • 100 ગ્રામ રવો
  • 5 લીલાં મરચાં
  • 1 કટકો અાદું
  • 1 ટેબલસ્પૂન તલ
  • 1 નાની ઝૂડી લીલા ધાણા
  • મીઠું, મરચું, હળદર, ખાંડ, તેલ,
  • રાઈ, હિંગ, કોપરાનું ખમણ

Method - રીત

દૂધીને છોલીને ઝીણા કાણાની છીણીથી છીણવી. છીણને નિચોવી, પાણી કાઢી નાંખવું. પછી તેમાં ચણાનો લોટ અને રવો નાંખી, મૂઠી પડતું મોણ, મીઠું, મરચું, હળદર, વાટેલા અાદું-મરચાં, લીલા ધાણા, તલ અને થોડી ખાંડ નાંખી, બરાબર ભેળવી, હાથે તેલ લગાડી, તેના વીંટા વાળવા. પછી કૂકરમાં વરાળથી બાફી લેવા. બફાય એટલે ઉતારી, ઠંડા પડે એટલે પાતળા ગોળ કટકા કાપવા. એક તપેલીમાં તેલ મૂકી, રાઈ-હિંગનો વઘાર કરી, મૂઠિયાં વઘારવા. રતાશ પડતાં થાય એટલે ઉતારી કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા. અાવી રીતે કોબીજને છીણી તેના મૂઠીયાં બનાવી શકાય.