દૂધીને છોલીને ઝીણા કાણાની છીણીથી છીણવી. છીણને નિચોવી, પાણી કાઢી નાંખવું. પછી તેમાં ચણાનો, કણકી કોરમાનો (તુવેરની દાળ અને ચોખાનો કરકરો લોટ) અને ઘઉંના લોટને તેલથી મોઈને ભેળવી. મીઠું, હળદર, અથાણાનો રસો, મેથીનો સંભાર, તલ, ખાંડ, વાટેલું લસણ અને તેલનું મોણ નાંખી, બધુ બરાબર ભેગું કરી, તેમાંથી નાનાં મૂઠિયાં વાળવા. એક પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તેમાં મૂઠિયાં મૂકી, ઢાંકી દેવું. તાપ ધીમો રાખવો. એક બાજુ લાલ થાય એટલે બીજી બાજુ ફેરવવા બરાબર ઉપરથી કડક અને અંદરથી પોચાં અને ફરસાં થાય એટલે ઉતારી લેવાં. વધારે મૂઠીયાં હોય તો બે ઘાણે કરવા.