દૂધીનો સૂપ
 • 631 Views

દૂધીનો સૂપ

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ દૂધી
 • 2 ગાજર
 • 50 ગ્રામ ફણસી
 • 2 દાંડી સેલરી
 • 2 બટાકા
 • 2 ડુંગળી
 • 100 ગ્રામ લીલા વટાણા
 • 1 ટેબલસ્પૂન માખણ
 • 1 કપ દૂધ
 • 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
 • 1/2 ટીસ્પૂન મરીનો ભૂકો
 • 1/2 ટીસ્પૂન તજનો ભૂકો
 • 1 કપ તાજું ક્રીમ
 • મીઠું - પ્રમાણસર

Method - રીત

દૂધીને છોલી કટકા કરવા. ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી કટકા કરવા. ફણસી, સેલરી અને ડુંગળી સમારવી. બધું ભેગું કરી તેમાં વટાણા અને 5 કપ પાણી નાંખી, પ્રેશર કૂકરમાં બાફવું. બફાઈ જાય એટલે લિક્વિડાઈઝર કરી, કિચન માસ્ટરમાં ગાળી લેવું.

એક વાસણમાં માખણ ગરમ કરી તેમાં શાકનું મિશ્રણ નાંખી ઉકાળવું. પછી તેમાં દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી નાંખવો. બરાબર ઉકળે એટલે તાપ ધીમો કરી મીઠું, મરીનો ભૂકો, તજનો પાઉડર અને ક્રીમ નાંખી, હલાવી, ગરમ સૂપ આપવો.