ચણાની દાળની પૂરણપોળી
  • 168 Views

ચણાની દાળની પૂરણપોળી

ચણાની દાળને કૂકરમાં બાફી લેવી. પછી તેને કિચન માસ્ટરમાં અથવા થાળીમાં ચાળણી ઊંધી મૂકી તેના ઉપર દાળ છીણી લેવી. પછી તેમાં ખાંડ નાંખી, તાપ ઉપર મૂકવું.

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ ચણાની દાળ
  • 500 ગ્રામ ખાંડ
  • 500 ગ્રામ ઘઉંનો લોટ
  • રોઝ એસેન્સ અથવા એલચી, કોપરાનું ખમણ

Method - રીત

ચણાની દાળને કૂકરમાં બાફી લેવી. પછી તેને કિચન માસ્ટરમાં અથવા થાળીમાં ચાળણી ઊંધી મૂકી તેના ઉપર દાળ છીણી લેવી. પછી તેમાં ખાંડ નાંખી, તાપ ઉપર મૂકવું. બરાબર ઘટ્ટ થઈ જાય એટલે ઉતારી કોપરાનું ખમણ અને રોઝ એસેન્સ અથવા એચીનો ભૂકો નાંખી, હલાવી થાળીમાં કાઢી લેવું. ઠંડું પડે એટલે ગોળા બનાવી રાખવા. પછીથી તુવેરની દાળની પૂરણપોળી પ્રમાણે બનાવવી.