ત્રણે જાતના દાણાને અલગ મિક્સરમાં ક્રશન કરી, ભૂકો બનાવવો. એક વાસણમાં તેલ મૂકી જીરું-હિંગનો વઘાર કરી ત્રણ જાતના દાણાનો ભૂકો વઘારવો. મીઠું નાંખી, ઢાંકણ ઢાંકી ધીમા તાપ ઉપર મૂકવું. બફાય એટલે તેમાં લીલી ડુંગળી, અાદું-મરચાંની પેસ્ટ અને ખાંડ નાંખી, હલાવી ઉતારી લેવું. લીલા ધાણા અને લીંબુોન રસ નાંખી પૂરણ તૈયાર કરવું.
ઘઉંના લોટમાં મીઠું અને તેલનું મોણ નાંખી, કણક બાંધવી. તેમાંથી લૂઓ લઈ પાતળી રોટલી વણી, ઉપર ચટણી લગાડી પૂરણ પાથરવું. બીજી એ જ સાઈઝની રોટલી વણી ઉપર મૂકી, બરાબર દબાવવી. કિનારીએ પાણી લગાડી બન્ને રોટલી ચોંટાડી દેવી. ફોર્કને (કાંટો) અાડો પાડી તેનાથી કિનાર દબાવી દેવી. અાથી કિનારીએ સરક ડિઝાઈન પડશે. તવા ઉપર તેલ મૂકી બન્ને બાજુ પરોઠા તળી લેવા. ટોમેટો કેચપ અથવા ચટણી સાથે સર્વ કરવા.