ગ્રીન બ્રેડ વડાં
 • 290 Views

ગ્રીન બ્રેડ વડાં

Ingredients - સામગ્રી

 • 1 પેકે બ્રેડ
 • 100 ગ્રામ બટાકા (બાફેલા)
 • 200 ગ્રામ બ્રેડ ક્રમ્સ (તેમાંથી 150 ગ્રા. રગદોળવા)
 • 3 ટેબલસ્પૂન લીલા મરચાં-ધાણાની પેસ્ટ
 • 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
 • મીઠું, તેલ
 • ફિલિંગ -    100 ગ્રામ લીલા વટાણા (ક્રશ કરેલા)
 • 25 ગ્રામ પનીર
 • 2 ડુંગળી, 2 કેપ્સીકમ
 • 1 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
 • 1 ટેબલસ્પૂન અાદું-મરચાં-લસણની પેસ્ટ
 • 1/2 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • તલ, મીઠું, ખાંડ, તજ, લવિંગ
 • તેલ, મીઠું, ખાંડ, તજ, લવિંગ

Method - રીત

એક વાસણમાં તેલ મૂકી, તજ-લવિંગનો વઘાર કરી, ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે વટાણા, કેપ્સીકમની કતરી, અાદું-મરચાં-લસણની પેસ્ટ અને મીઠું નાંખવું. બફાય એટલે પનીર અને થોડી ખાંડ નાંખી ઉતારી લેવું. નાળિયેરનું ખમણ, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી પૂરણ તૈયાર કરવું.

બ્રેડની સ્લાઈસને પાણીમાં પલાળી, દબાવી, પાણી કાઢી મસળી, તેમાં બટાકાનો માવો, કોર્નફ્લોર, 50 ગ્રામ બ્રેડ ક્રમ્સ, મીઠું, થોડું ગરમ તેલનું મોણ અને મરચા-ધાણાની પેસ્ટ નાંખી કણક બાંધવી, તેમાંથી લૂઓ લઈ, વડાં કરી પૂરણ ભરવું. બ્રેડ ક્રમ્સમાં રગદોળી, તેલમાં તળી લેવા.

એક બાઉલમાં બે વડાં મૂકી, કાપી, લીલી ચટણી, ખજૂરની ચટણી નાંખી સેવ ભભરાવી સજાવટ કરવી.