એક વાસણમાં એક ટેબલસ્પૂન માખણ મૂકી, ગરમ થાય એટલે તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. બદામી થાય એટલે બટાકાના કટકા, લીલા વટાણા અને લીલા ધાણાં નાંખી થોડીવાર સાંતળી તેમાં પાણી નાંખવું. બરાબર બફાઈ જાય એટલે ઉતારી ઠંડું પડે એટલે મિક્સરમાં વાટી સૂપ ગાળી લેવો. એક તપેલીમાં 1 ટેબલસ્પૂન માખણ મૂકી, ગાળેલો સૂપ નાંઘવો. તેમાં મીઠું, મરીનો ભૂકો, તજનો ભૂકો અને દૂધમાં કોર્નફ્લોર ઓગળી નાંખવું. પછી તેમાં થોડું ખમણેલું ચીઝ નાંખી, બરાબર ઉકળે એટલે ઉતારી સૂપમાં 1 ટીસ્પૂન ક્રીમ, ખમણેલું ચીઝ અને ફ્રુટોન્સ નાંખી સૂપ સર્વ કરવો