લીલા વટાણા, તુવેરના લીલવા અને ફણગાવેલા મગને વરાળથી બાફી લેવા. એક વાસણમાં તેલ મૂકી, ડુંગળીનું કચુંબર વઘારવું. થોડીવાર સાંતળી તેમાં લીલા વટાણા, તુવેરના લીલવા, મગ, કેપ્સીકમની બારીક કતરી, મીઠું, મરચું, ચાટ મસાલો નાંખી, ઉતારી લીલા ધાણા નાંખવા.
બટાકાને બાફી, છોલી, માવો બનાવવો, તેમાં મીઠું, વાટેલાં લીલાં મરચાં અને અડધા ભાગના બ્રેડક્રમસ મિક્સ કરવા. એક બેકિંગ ડિશને માખણ લગાડી, બ્રેડક્રમ્સ પાથવા. તેના ઉપર બટાકાનો માવો પાથરવો. ઉપર ખજૂર-અાંબલીની ચટણી રેડી વટાણાનું મિશ્રણ મૂકવું. ફરી ઉપર બટાકાનો માવો મૂકવો. અાવી રીતે બધાં લેયર કરવાં. અા મિશ્રણ ઉપર માખણનાં ટપકાં કરી, પ્રિહીટેડ ઓવનમાં 5-10 મિનિટ બેક કરવું. ઓવનમાંથી કાઢી, ઉપર 1 ચમચી લીલી ચટણી રેડી, ગ્રીન સેવ અને દાડમના દાણાથી સજાવટ કરવી.