એક વાસણમાં થોડું તેલ મૂકી હિંગ નાખી વટાણા વઘારવા. મીઠું અને પાણી નાખી બાફવા. બફાઈ જાય એટલે ઉતારી તેમાં ધાણા-જીરું-લવિંગો, તજ અને મોટી એલચીને થોડા તેલમાં શેકી નાંખી, ઠંડા પડે એઠલે મિક્સરમાં વાટી બારીક પેસ્ટ બનાવવી. મગની અથવા અડદની દાળની વડીને થોડા તેલમાં શેકી લેવી. એક વાસણમાં થોડું તેલ મૂકી, તેમાં જીરું નાખી વટાણાની પેસ્ટ વઘારવી. થોડું મીઠું, જરાક હળદર, મરચું, ખાંડ અને મરીનો ભૂકો નાંખવો. બટાકાના મોટા કટકા અને તળેલી વટી નાંખી, થોડું પાણી નાખવું. ગ્રેવી જાડી થાય એટલે દહીં નાખવું. બરાબર ખદખદે એટલે ઉતારી લીલા ધાણા નાખવા.