ગ્રીન ઢોકળાં
  • 144 Views

ગ્રીન ઢોકળાં

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ કણકી કોરમાનો લોટ
  • 250 ગ્રામ મગની દાળનો લોટ
  • 100 ગ્રામ લીલા વટાણા
  • 1 ઝૂડી પાલકની ભાજી
  • 1 ઝૂડી લીલા ધાણા
  • 4 લીલાં મરચાં, કટકો અાદું, 5 કળી લસણ
  • 1 ટીસ્પૂન તલ, 1 ટીસ્પૂન દહીં
  • મીઠું, ખાંડ, લીંબુનાં ફૂલ, સોડા, તેલ, રાઈ,
  • હિંગ, અાખાં મરચાં
  • સજાવટ માટે –
  • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
  • 1/2 ઝૂડી લીલા ધાણા
  • 1/2 ટીસ્પૂન મરચાંની ભૂકી

Method - રીત

એક વાસણમાં પાણી ઉકાળી, તેમાં થોડો સોડા નાંખી વટાણા નાખવા. બફાય એટલે કાઢી લેવા. સોડા નાખવાથી વટાણાનો લીલો રંગ જળવાણી રહેશે. પાલકની ભાજી અને લીલા ધાણાને સમારી, ધોઈ, તેમાં વટાણા નાંખી, મિક્સરમાં વાટી, પેસ્ટ બનાવવી.

કણકી કોરમાનો લોટ અને મગની દાળનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, દહીં અને થોડું તેલનું મોણ નાંખી, પાલકની પેસ્ટથી લોટ બાંધી, સાત-અાઠ કલાક રહેવા દેવો. પછી તેમાં લીલાં મરચાના બારીક કટકા અાદુંનું છીણ, ખાંડ અને લીંબુના ફૂલ નાંખવા. તેલને ગરમ કરી, તેમાં સોડા નાંખી હલાવી ઢોકળાના ખીરામાં નાંખવું. ઢોકળાના સંચામાં અથવા તપેલામાં પાણી ભરી, તેમા ઢોકળાની થાળી મૂકી, ઢોકળાં ઉતારવા. ઉપર કોપરાનું ખમણ, લીલા ધાણા ભભરાવી, મરચાની ભૂકી છાંટવી. તેલમાં રાઈ, હિંગ, લસણની કટકી અને અાખા મરચાનો વઘાર કરી, છેલ્લે તલ નાખી, વઘાર ઢોકળાં ઉપર રેડી દેવો.