ગ્રીન ગોટા
  • 385 Views

ગ્રીન ગોટા

Ingredients - સામગ્રી

  • 200 ગ્રામ ચણાનો લોટ
  • 25 ગ્રામ રવો, 25 ગ્રામ ચોખાનો લોટ
  • 100 ગ્રામ ડુંગળી, નંગ-2 લીલી ડુંગળી
  • 1/2 ઝૂડી મેથીની ભાજી
  • 1/2 ઝૂડી લીલા ધાણા
  • 2 લીલાં મરચાં, કટકો અાદું
  • 1/2 કપ દહીં, 1 ટીસ્પૂન તલ
  • મીઠું, મરચું, હળદર, ખાંડ, ચપટી બેકિંગ પાઉડર, તેલ

Method - રીત

ડુંગળીનું કચુંબર કરવું. મેથીની ભાજી, લીલા ધાણા અને લીલી ડુંગળીનું પાન સાથે સમારી, ધોઈ તૈયાર કરવી.

એક વાસણમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, રવો ભેગો કરી, તેમાં ડુંગળીનું કચુંબર, મેથીની ભાજી, લીલા ધાણા, લીલી ડુંગળી, મીઠું, મરચું, હળદર, ખાંડ, બેકિંગ પાઉડર, તલ, વાટેલાં અાદું-મરચાં અને દહીં નાંખી, ખીરું બાંધી, અડધો કલાક રહેવા દેવું. તેલ ગરમ કરી, તેમાંથી 2 ચમચા ગરમ તેલમાં ખીરામાં નાંખી, હલાવી, તેલમાં ગોટા તળી લેવા. સાથે દહીંની ચટણી બનાવવી.