લીલો હાંડવો
 • 505 Views

લીલો હાંડવો

Ingredients - સામગ્રી

 • 300 ગ્રામ ચોખા જૂના અથવા કણકી
 • 200 ગ્રામ તુવેરની દાળ
 • 250 ગ્રામ લીલા વટાણા
 • 250 ગ્રામ કેપ્સીકમ (સીમલા મોટાં મરચાં)
 • 100 ગ્રામ બટાકા
 • 100 ગ્રામ દહીં
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 2 ટેબલસ્પૂન તલ
 • 6 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, ખાંડ, સોડા, તેલ, હિંગ - પ્રમાણસર

Method - રીત

ચોખાને ધોઈને સૂકવવા. તેમાં તુવેરની દાળ નાંખી, કરકરો ઢોકળાં જેવો લોટ દળાવવો. તેમાં મીઠું, થોડો સોડા, દહીં અને તેલનું મોણ નાંખી, સાધારણ ગરમ પાણીથી ખીરું બાંધી, દસ કલાક અાથી રાખવું.

લીલા વટાણાને વાટી લેવા. મોટાં મરચાંને બારીક સમારવાં. બટાકાને બાફી, છોલી, તેની બારીક કાતરી કરવી. એક તપેલીમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી લીલા વટાણાનો ભૂકો અને સમારેલાં મરચાં વઘારવાં. તેમાં મીઠું નાંખી ધીમા તાપ ઉપર બફાવા દેવું. પછી તેમાં બટાકા, ખાંડ, 3 લીલાં મરચાંના કટકા, તલ અને કોપરાનું ખમણ નાંખી, ઉતારી, લીલા ધાણા નાંખવા.

એક તપેલીમાં તેલ મૂકી, થોડી હીંગ નાંખી, ખીરામાં વાટેલાં અાદું-મરચાં નાંખી, અડધું ખીરું વઘારવું. પછીથી લીલા વટાણા મરચાંનો મસાલો પાથરવો. ઉપર બીજું ખીરું મૂકવું. તેના ઉપર કોપરાનું ખમણ, તલ અને લીલા ધાણા ભભરાવવા. પછી પ્રિહીટેડ ઓવનમાં 3500 ફે. તાપે બેક કરવો. હાંડવો ખીલી જાય અને બન્ને પડ રતાશ પડતાં થાય એટલે ઉતારી, ઠંડો પડે એટલે કટકા કાપવા. ગોળ-અાંબલીની ચટણી અથવા દહીંવાળી ચટણી સાથે પીરસવું