ગ્રીન ઈદડાં રોલ્સ
 • 367 Views

ગ્રીન ઈદડાં રોલ્સ

Ingredients - સામગ્રી

 • રોલ્સ માટે
 • 250 ગ્રામ ચોખા
 • 125 ગ્રામ અડદની દાળ
 • 1 ટેબલસ્પૂન દહીં (ખાટું)
 • 2 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ટીસ્પૂન મરીનો ભૂકો
 • મીઠુ, તેલ – પ્રમાણસર
 • પૂરણ માટે –
 • 250 ગ્રામ વટાણા
 • 3 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • 2 લીલાં મરચાં
 • 1 નાની ઝૂડી લીલા ધાણા
 • 1 નાનું લીંબુ
 • મીઠું, ખાંડ, તેલ, હિંગ – પ્રમાણસર
 • ચટણી માટે –
 • 1 ઝૂડી લીલા ધાણા, 3 લીલા મરચાં, 25 ગ્રામ સિંગદાણા, 1 કટકો અાદું,
 • થોડું લીલું લસણ, મીઠું, ગોળ

Method - રીત

ચોખા અને અડદની દાળને ર્તારે પાણીમાં પલાળી રાખવાં. સવારે ચોખાને નિતારી સાધારણ કરકરા વાટવા. અડદની દાળને બારીક વાટવી. પછીથી બન્ને ભેગાં કરી તેમાં મીઠું અને દહીં નાંખી, ખીરું બાંધી, લગભગ 8 થી 10 કલાક અાથી રાખવું. અાથી અાથો અાવશ.ે સીઝન પ્રમાણે તેમાં ફેરફાર કરવો. અાથો અાવે પછીથી અાદું-મરચાં વાટીને અંદર નાંખવા. થાળીમાં તેલ લગાડી, ખૂબ પાતળું ખીરું પાથરી, તેના ઉપર મરીનો ભૂકો છાંટી, ઢોકળા જેમ વરાળથી ઈદડાં ઉતારવા. થાળી ઠંડી પડે એટલે લાંબા કાપા કરી રાખવા.

લીલા વટાણાને વાટી તેવા. એક વાસણમાં થોડું તેલ મૂકી, હિંગ નાખી, વટાણાનો ભૂકો વઘારવો. તેમાં મીઠું નાંખી, ઢાંકણ ઢાંકી, ધીમા તાપે ચઢવા દેવા. બરાબર બફાય એટલે ખાંડ, લીલાં મરચાંના કટકા, ગરમ મસાલો અને તલ નાંખી ઉતારી લેવું. પછી કોપરાનું ખમણ, લીંબુનો રસ અને લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, કોરા કરી નાંખીને પૂરણ તૈયાર કરવું.

લીલા ધાણા, લીલા મરચાં, અાદું, સિંગદાણા, લીલું લસણ, મીઠું અને ગોળ નાંખી રસાદાર (ચોપડાય તેવી) ચટણી બનાવવી.

ઈડદાની જે લાંબી પટ્ટીઓ હોય તેને ઊંધી પાડી દેવી, જેથી મરીના ભૂકાવાળો ભાગ નીચે રહે તેમ મૂકવી. તેના ઉપર તૈયાર કરેલી ચટણી લગાડવી. તેના ઉપર વટાણાનું પૂરણ પાથવું. પછી તેના રોલ્સ વાળવા. એક ડિશમાં ગોઠવવા. ટોમેટો સોસ સાથે પીરસવા.