પાલકની ભાજીના પાન અને લીલા ધાણાને સમારી, ધોઈ, તેમાં લીલાં મરચાં નાંખી, મિક્સરમાં વાટી, પેસ્ટ બનાવવી. મેંદો, રવો અને ઘઉંનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, જીરુંનો ભૂકો અને ઘીનું મોણ નાંખી, પાલકની પેસ્ટથી કઠણ કણક બાંધી, 1 કલાક ઢાંકીને રહેવા દેવી. પછી ઘી લઈ કેળવી મુલાયમ બનાવવી. તેમાંથી લૂઓ લઈ પૂરી વણવી, ઘી-ચોખાનો લોટ ફીણી સાટો બનાવી પૂરી ઉપર લગાડવો. અાવી રીતે બે-ત્રણ વાર વાળ્યા પછી ગોળ રોલ વાળી, તેના એક સરખા લૂઅા ચપ્પુથી કાપી પૂરીઓ બનાવવી. તેના ઉપર કાંટાથી ઝીણાં કાણા કરવાં જેથી પૂરી ફૂલે નહિં. પછી પૂરીને ઘીમાં તળવી. કડક થાય એટલે કાઢી લેવી. કોઈપણ લીલી ચટણી સાથે પીરસવી.