મગની દાળ અને ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે ધોઈ, નિતારી, વાટી લેવી. મેથીની ભાજી, લીલા ધાણા અને કેપ્સીકમને બારીક સમારી, ધોઈ, બધું કોરું કરીને નાંખવું. તેમાં મીઠું, વાટેલા અાદું-મરચાં, તલ, ખાંડ અને લીંબુનો રસ નાંખી કોફ્તા નાવી વરાળથી બાફી લેવા. પછી તવા ઉપર ઘી મૂકી, તળી લેવા.
એક તપેલીમાં ઘી મૂકી તેમાં વાટેલો મસાલો અને ડુંગળીનું કચુંબર નાંખી સાંતળવું. ઘી ઉપર અાવે એટલે દહીને વલોવી, પાણી નાંખી, મીઠું, હળદર, ખાંડ અને કોર્નફ્લોર મિક્સ કરી નાંખવું. ઊકળે અને ગ્રેવી ઘટ્ટ થાય એટલે કોફ્તા નાંખી ૨ મીનીટ ગેસ ઉપર રાખી, ઉતારી, કોપરાનું ખમણ, ખસખસ અને લીલા ધાણા નાંખી, થોડી મરચાંની ભૂકી છાંટવી