મકાઈને બાફી, તેના દાણા કાઢી, મિક્સરમાં વાટી લેવાં. બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. બન્ને ભેગા કરી, તેમાં મીઠું, વાટેલાં અાદું-મરચાં, તલ, નાળિયેરનું ખમણ, તજ-લવિંગ-મરીનો ભૂકો, ખાંડ અને લીંબુનો રસ નાંખી અને થોડું હલાવી તેના ગોળા બનાવવા. મેંદાના લોટમાં પાણી અને થોડું મીઠું નાંખી પાતળું ખીરું બનાવવું. તૈયાર કરેલા ગોળા દાબી, મેંદાના ખીરામાં બોળી મેંદાની સેવના ભૂકામાં રગદોળવા. પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે બદામી રંગના તળી લેવા. ટોમેટો સોસ સાથે પીરસવા.