લીલા મસાલાની ભાખરવડી
 • 452 Views

લીલા મસાલાની ભાખરવડી

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ કેપ્સીકમ (મોટાં મરચાં)
 • 7 લીલાં મરચાં
 • 25 ગ્રામ લીલું લસણ
 • 1 ઝૂડી લીલા ધાણા
 • 2 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ખસખસ
 • 250 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 1 ટીસ્પૂન ખાંડ
 • 1 લીંબુ
 • 400 ગ્રામ ચણાનો લોટ
 • 100 ગ્રામ ઘઉંનો લોટ
 • 4 ટેબલસ્પૂન દૂધ
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • મીઠું, હળદર, તેલ - પ્રમાણસર

Method - રીત

મોટાં મરચાંની લાંબી કાતરી સમારી, થોડા તેલમાં સાધારણ શેકી લેવી. લીલાં મરચાંના બારીક કટકા કરી, થોડા તેલમાં અલગ શેકી લેવા. લીલા લસણને અને લીલા ધાણાને બારીક સમારી, ધોઈ, કોરાં કરવા. તલ અને ખસખસને તેલ વગર શેકવાં. બધું ભેગું કરી તમાં નાળિયેરનું ખમણ (ખમણીથી બારીક કરેલું) મીઠું, ખાંડ અને લીંબુનો રસ નાંખી બાખર તૈયાર કરવું.

ચણાનો અને ઘઉંનો લોટ ભેગો કરી તેમાં મીઠું થોડીક હળદર અને તેલનું મોણ નાંખી, કઠણ લોટ બાંધવો. પછી તેને કેળવી. તેમાંથી લૂઅા પાડી, પાતળો મોટો રોટલો વણવો. દૂધમાં ગરમ મસાલો નાંખી, તે દૂધ રોટલા ઉપર ચોપડી, લીલો મસાલો પાથરી, દાબીને કઠણ વીંટો વાળવો. પછી તેના કટકા કરી, ગરમ ઓવનમાં 350 ફે. તાપે બદામી રંગના બેક કરી લેવા. પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે બાખવડી તળી લેવી. ઓવનમાં શેક્યા વગર પણ બખરવડીના કટકા પેણીમાં તેલ મૂકી તળી શકાયત પણ બેક કરી પછી તળવાથી મસાલો ચોંટી જાય અને છૂટો પડી તેલ બગડશે નહિ, તેમ જ તેલ ઓછું પણ વપરાશે.